ચાણક્યના નીતિશાસ્ત્રના અપનાવવા જેવા સુત્રો * ભવિષ્યની આપત્તિથી બચવા માટે ધનની બચત કરવી જોઈએ. * જ્યાંઆદર સન્માન ના હોય ત્યાં આજીવિકાનું સાધન ના મળે ત્યાં રહેવું નહિ. * કામ સોંપો ત્યારે નોકરીની, દુઃખમાં ભાઈ તથા મિત્રની અને ધન નાશ પામે ત્યારે પત્નીની સાચી ઓળખ થાય છે. * જે નિશ્વિતને છોડી, અનિસ્વિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે. * નીચ વ્યક્તિ પાસે પણ કોઈ સારો ગુણ વિદ્યા હોય તો શીખી લેવું. * મીઠી મીઠી વાતો કરે, પણ પાછળ કામ બગાડે તે મિત્રનો ત્યાગ કરવો. * મનમાં વિચારેલી વાતને જાહેર કરવાને […]
મનુષ્ય અવતારમાં મુલ્યવાન શું છે ? ૦ ભક્તિ. ૦ શરીર. ૦ સમય. મનુષ્યને શોભા અપાવે તેવા ગુણો કયાં? ૦ દયા. ૦ ક્ષમા. ૦ શાંતી. ૦ સત્યપ્રીતી. ૦ નમ્રતા,સહિષ્ણુતા, ઉદારતા. ૦ ધુતિ-સ્થિરતા,ધૈર્ય,મક્કમતા. ૦ પવિત્રતા. ૦ મુદ્રુવાણી. ૦ વિશ્વસનિયતા. મનુષ્યે દૈનિક જીવનમાં કઈ બાબત ધ્યાનમાં લેવી જોઇઅ? ૦ સમયના સદઉપયોગની . ૦ અન્તઃકરણને નિર્મળ રાખવાની. ૦ બુધ્ધિનો સર્વાગી વિકાસ સાંધવાની. ૦ વિષયવાસનાનો ત્યાગ કરવાની. ૦ સ્વાર્થવ્રુતિ છોડવાની. ૦ પવિત્ર અને ભક્તિપરાયણ જીવન જીવવાની.
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે. પ્રેમ એટલે કે, સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો, કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની […]
દિલ પૂછે છે મારૂં….દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?…જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,દિવાળી હોય કે હોળી, બધું ઓફીસમાં જ ઉજવાય છે.આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,લગ્નની મળે કંકોત્રી ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.દિલ પૂછે છે મારૂં, અરે દોસ્ત તું ક્યાં જાય છે?……પાંચ આંકડાનો પગાર છે, પણ પોતાના માટે પાંચ મીનીટ પણ ક્યાં વપરાય છે?પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ પણ ક્લાયન્ટનો કોલ ક્યાં કપાય છે?ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઇનાય ઘેર ક્યાં […]
ભટકું તારી શોધમાં છતાં નથી મળતી તુ મને. કર્યા પ્રય્ત્નો અને થાકયો હું છતાં નથી મળતી તુ મને. તારા વિયોગની વેદનાથી તડપું છુ હું છતાં નથી મળતી તુ મને. તારા મિલનની ઝંખનામાં ભડકું છુ હું છતાં નથી મળતી તુ મને. યુવાની ગુમાવી મે મિલનના સ્વપ્નમાં છતાં નથી મળતી તુ મને. નિરાશા દોરી જાય છે આત્મહત્યા તરફ છતાં નથી મળતી તુ મને. કાગળો લખ્યા મે અનેક આશાથી છતાં નથી મળતી તુ મને. વાત કરતો નથી હું કાંઈ પ્રિયતમાની હુ કરૂં છુ વાત નોકરીની..
\”ચિંતન કણિકા\” બ્રહ્મચર્ય સમાન તેજ નથી. ક્ષમા સમાન શસ્ત્ર નથી. દયા સમાન દર્મ નથી. સંતોષ સમાન સુખ નથી. મૌન સમાન જપ નથી. પરોપકાર સમાન પુણ્ય નથી. ભજન સમાન શાંતી નથી. સત્ય સમાન વિજય નથી. તૃષ્ણા સમાન દુઃખ નથી. નિંદા સમાન દોષ નથી. ક્રોધ સમાન તાપ નથી. લોભ સમાન પાપ નથી. કામ સમાન કલંક નથી. સ્નેહ સમાન બંધન નથી. સદવિધા સમાન મિત્ર નથી. અજ્ઞાન સમાન અંધકાર નથી. જ્ઞાન સમાન પ્રકાશ નથી.
શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે, ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે. એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી, એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે. ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા, એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે. રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી, તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે? બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ, બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર, ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર… ઉત્તરમાં પાટણની પ્રભુતા, અંબાજી સાક્ષાત, અને દક્ષિણમાં આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન.. અને અમદાવાદમાં ચીપી ચીપીને…. (પવાલામાં પાણી પીશો…?? ) અમદાવાદમાં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર… નર્મદનું સુરત જુઓ…. નર્મદનું હુરત જુઓ, તો બોલે બોલે બોબડું. તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું તપેલી ને એ કહે પતેલી (મારી લાયખા… બટાકાનું હાક..!!) તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર… એ અચોં અચોં કંઇ કચ્છી બોલે ને કાઠિયાવાડી ઓલા હાલો.. જી રે.. એ […]
\”ધર્મની અપુરતી સમજ સિવાય ધર્મને વિશેષ કશાનો ભય નથી\” સતરમી સદીમાં લખાયેલુ આ વાકય આજે પણ સાચુ લાગે છે કે જેને ધર્મની પુરી સમજ નથી ધર્મવિશે જેને ગેરસમજ છે તેવા લોકો ખરેખર ધર્મના પોષાકને જ જાણે છેધર્મને નહિ મનુષ્યનો એકજ ધર્મ હોય એ અને તે છે માણસાઈ. અમેરિકાના એક કવિ વોલ્ટ વ્હિટમને એક કાવ્યમાં એવુ લખ્યું છે કે મને મનુષ્યો કરતા પશુઓ ગમે છે કારણ કે મનુષ્યો હંમેશા ધર્મ વિશેનીજ વાતો કરતા હોય છે જયારે પશુઓ ધર્મની વાતો કરતા નથી. આપણે તો અધર્મની કક્ષાએ ધર્મની વાતો કરીએ છીએજેમકે ધર્મને લઈને […]
ક્રોધી મનુષ્ય રાક્ષસ જેવો દેખાય છે. એમ કહેવાતું હતું કે રાક્ષસને માથે બે શગડાં હોય છે. તે દેખાવમાં ભારે કદરૂપો તથા બિહામણો હોય છે. તેનું પેટ મોટું , નારિયેળ જેવડું નાક, એટલે રાક્ષસ, રાક્ષસ હસે ત્યારે જાણે ગુફા ફાટી. આ બધાં વર્ણન વાળો રાક્ષસ આપણો ્ફ સિરિયલ મહાભારત, રામાયણ કે શ્રીકાૃષ્ણ સિરિલયલમાં જોયો હશે. આજે આવા વરવા દેખાવવાળા મનુષ્યને જોવો હોય તો કોઇ ગુસ્સે થયેલા મનુષ્યને જુઓ. તેને પણ અરીસો બતાવો. તે પોતાની જાત અરીસામાં જોઇને જ રાક્ષસને પ્રત્યક્ષ મળ્યાની વાતને અનુમોદન આપશે. ક્રોધ એ વ્યકિતની માનસિક નિર્બળતાનું લક્ષણ છે. […]