ભારતના પંચકાશી : ૧. કાશી (વારાણસી) ૨. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) ૩. ઉત્તરકાશી (ઉત્તરાખંડ) ૪. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) ૫. શિવકાશી (તમિલનાડુ) ૧. કાશી (વારાણસી) કાશી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લાનું મુખ્ય મથક છે.વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે તે બનારસ કે કાશી તરિકે પણ જાણીતું છે.કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, […]
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક […]
અંબાજી શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક રૂપે ‘મા’ અંબાજીના દર્શને દેશ-વિદેશમાંથી દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અંબાજી ‘મા’ નું મંદિર ૫૧ શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમ વર્ષનો મોટામાં મોટો ઉત્સવ-મેળાનું આયોજન થાય છે. જે એક સપ્તાહ સુધી ચાલે છે. વર્ષાઋતુ પછીના સમયગાળા દરમિયાન ખેતીકામથી નવરાશના સમયગાળામાં ખેડૂત અને કૃષિ સંબંધિત વ્યાપાર-ધંધા સાથે જોડાયેલો મોટો વર્ગ ‘મા’ અંબાના દર્શને આવે છે. ‘મા’ અંબાજીના મંદિરમાં ‘મા’ ના પ્રાગટ્ય વિશે હજુ કોઇ જાણી શક્યું નથી. ‘મા’ના સ્વરૂપનું મંદિર ગબ્બર પર્વતની ટોચ પર આવેલું છે. પુરાણોની કથા અનુસાર ‘મા’ અંબા […]
ભારતના ચાર ધામ :રામેશ્વર-૪ તમિલનાડુના રામનાથપુરમ નામના જીલ્લામાં રામેશ્વર નામના ટાપુ પર આ પવિત્ર સ્થળ આવેલુ છે ભગવાન રામે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રામેશ્વર પડેલું છે આ દ્વીપ પર પહોંચવા માટે મદ્ભાસથી રેલ્વે અથવા ધોરી માર્ગે તિરુચાલપલ્લી અને મદુરાઈ થઈને દરિયા કિનારે આવેલ મંડપ સુધી ગયા બાદ અહીંથી સમુદ્ભ પર બાંધવામાં આવેલ આઠેક કિ.મી.નો રેલ્વે પુલ ઓળંગ્યા પછી પાપ્બન નામનું રેલ્બે જંકશન આવે છે. અહીંથી એક રેલ્વે લાઈન ઉત્તરમાં રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર જાય છે. મદ્ભાસથી રામેશ્વર ૬૬૫ કિ.મી. દુર છે. રામેશ્વર તમિલનાડુમાં આવેલો એક દ્વીપ […]
ભારતના ચાર ધામ :બદરીનાથ-૩ બદરીનાથ ઉત્તરાખંડની પુણ્યભૂમિમાં કેવાં કેવાં સુંદર સ્થાનો છે તેમા બદરીનાથ હિમાલયની દેવભુમીનું પવિત્ર સ્થાન છે અલકનંદાના પવિત્ર કિનારે બદરીનાથ તીર્થ ૩૧૧૦ મીટર ઊંચાઇએ આવેલ છે.આધ્ય શંકરાચાર્ય દ્વારા પ્રસ્થાપિત ચારધામ પૈકીનું પાવનધામ બદરીનાથ અથૉત્ જ્યોતિર્મઠ. જેમ શિવ સદાય કાશીમાં રહે છે તેમ ભગવાન વિષ્ણુ સદાય સાક્ષાત્ બદરીનાથમાં વિરાજે છે. યાત્રાના ચિરપરિચિત, સર્વસુલભ પથ પરથી પસાર થતા પ્રવાસીને જુદાં જુદાં તીર્થો ને સુંદર સ્થાનોના દર્શનનું સૌભાગ્ય સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થતું હોય છે હિંદુ સંસ્કૃતિનો મૂળ આધાર ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. ત્યારબાદ હિંદુ […]
સુંદરેશ્વર (મદુરા):પ્રસિધ્ધ ૨૪ શિવલિંગ ૨. સુંદરેશ્વર (મદુરા) તમિલનાડુના મદૂરઈ શહેરમાં મીનાક્ષી મંદિર છે. આ મંદિર પોતાની બનાવટને લીધે આખી દુનિયામાં જાણીતું છે. અહીનું ગર્ભગૃહ લગભગ 3500 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે. મંદિર વિશે એવું કહેવાય છે કે ભગવાન શિવ સુંદરેશ્વરના રૂપમાં દેવી પાર્વતી(મીનાક્ષી) સાથે લગ્ન કરવા માટે પૃથ્વી પર અહીં આવ્યાં હતાં. મંદિર એ જ જગ્યાએ બનાવાયેલું છે. અહીંના વિશાળ પ્રાંગણમાં સુંદરેશ્વર(શિવ મંદિર સમૂહ) તથા જમણી તરફ મીનાક્ષી દેવીનું મંદિર છે. શિવ મંદિર સમૂહમાં ભગવાન શિવની નટરાજ મુદ્રમાં આકર્ષક મૂર્તિ છે. […]
જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.શંકરાચાર્યે ભારતને ચાર ખૂણે જે પીઠ સ્થાપી છે તમાં એક જગન્નાથપુરીમાં છે.રાષ્ટ્રનાં પ્રમુખ પાવનધામોમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને જગન્નાથપુરી ધામ કળિયુગનુ છે.આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે. રાષ્ટ્રનાં ચાર પ્રમુખ પાવનધામોમાં કળિયુગમાં જગન્નાથપુરી પરમ પાવનધામ મનાય છે. પહેલાં અહીં નીલાંચલ પર્વત હતો અને આ […]
પ્રયાગરાજ ભારતમાં ચૌદ પ્રયાગ છે તેમાં પ્રયાગ રાજનું સ્થાન પ્રથમ છે જે ગંગા,જમુના,સરસ્વતી એમ ત્રણ નદિઓના સમુહથી બને છે દર બાર વર્ષે યોજાતા પૂર્ણકુંભ કે મહાકુંભ મેળાનું મહત્ત્વ પ્રાચીનકાળથી પ્રસ્થાપિત થયેલું છે. લગભગ અઢી માસ સુધી ચાલતા આ કુંભમેળામાં ઉત્તરાયણ, પોષી પૂનમ જેવા તહેવારોમાં સ્નાનનો વિશેષ મહિમા હોય છે. કુંભમેળા સમયે જો પ્રયાગમાં ત્રિકાલ એટલે કે પ્રાતઃ, મધ્યાહન અને સાયં એટલે કે સાંજે એમ ત્રણ વાર સ્નાન કરવાથી પૃથ્વી ઉપર એક હજાર અશ્વમેઘ યજ્ઞા કરવા જેટલું પુણ્ય મળે છે. એક સમયે દેવો અને અસુરોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું અને તેમાંથી […]
પાટણ : સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાની હતું.આનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું. અણહિલપુર-પાટણનું નામ. ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. (ઈ.સ. ૭૪૬,૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્યું. ગુજરાતના ઇતિહાસમા મહત્વનુ સ્થાન ધરાવનાર પાટણના […]
જામનગરથી ૧૩૨ કિ.મી.ના અંતરે મુંબઇ થી ૯૪૫ કિ.મી.ના અંતરે રાજકોટથી ૨૭૦ કિ.મી.ના અંતરે અમદાવાદથી ૪૫૩ કિ.મી.ના અંતરે દ્વારિકા આવેલું છે.નજીકનું હવાઈ મથક જામનગર છે ત્યાથ દ્રારકા ૧૪૬ કિ.મી દુર છે. વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણ મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને દ્વારિકામાં આવીને વસ્યા. શ્રી કૃષ્ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે દ્વારકાને પોતાની રાજધાની બનાવી. દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. હાલમાં જે ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ […]