સૌરાષ્‍ટ્રની દક્ષિ‍ણે અરબી સમુદ્રના કિનારે આવેલું ચોરવાડ ગુજરાતના અનેક રમણીય સ્‍થળોમાંનું એક છે. ‘ઝીણા મોર બોલે લીલી નાઘેરમાં‘ એવું આપણું એક લોકગીત છે. આ ‘લીલી નાઘેર‘ તે આ પ્રદેશ, ચોરવાઙ નાગરવેલની લીલી વાડીઓ, ફળફૂલથી લચી પડતા બગીચા, આંખને ઠારે તેવા પોપટિયા રંગની શેરડીની વાડ અને વાડીઓથી આચ્‍છાદિત ચોરવાડની આસપાસનો પ્રદેશ ખરેખર તો ચોરવાડનું મૂળ નામ ‘ચારૂવાડી‘ સાર્થક કરે છે. બળબળતા ઉનાળામાં સૌરાષ્‍ટ્રના બીજા પ્રદેશો ઊના વાયરામાં શેકાતા હોય ત્‍યારે દરિયા કિનારાની આવતી ઠંડી લહેરોથી ચોરવાડ એક આદર્શ શીતળ સ્‍થળ બની રહેતું હોય છે. આથી તો તે ઘણા લાંબા સમયથી દરિયા […]

શત્રુંજ્યની તળેટીમાં આવેલું પાલિતાણા-પદલિપ્‍તપુર મહાન સિદ્ધયોગી નાગાર્જુને એના ગુરુ પદલિપ્‍તની સ્‍મૃતિમાં વસાવેલું છે. મગધની રાજ્ય ક્રાન્તિથી પીડાઈ કેટલાક જૈન પરિવારો રાજસ્‍થાન અને ગુજરાતમાં આવ્‍યા. એમણે અન્‍ય પર્વતરાજોની સાથે જ શત્રુંજ્ય પર દેવમંદિરોની રચના કરી. શત્રુંજ્યગિરિ પર પ્રથમ બંધાવેલું મંદિર કાષ્‍ઠનું હતું પરંતુ શત્રુંજ્યની યાત્રાએ આવેલા રાજેન્‍દ્ર કુમારપાળે અને અમાત્‍ય ઉદયને અગ્નિની ભાવિ આશંકાથી પ્રસ્‍તરનાં મંદિરો નિર્માણ કરવાનો આદેશ આપ્‍યો અને વાગ્‍ભટે એ પરિપૂર્ણ કર્યો. શત્રુંજ્યગિરિનાં મંદિરોના નિર્માણકાર્યમાં આચાર્ય હેમચન્‍દ્રાચાર્ય, મહારાજ સિદ્ધરાજ, મહારાજ કુમારપાળ, અમાત્‍યો ઉદયન, વસ્‍તુપાળ, તેજપાલ, શ્રેષ્ઠિઓ જગડુશાહ, કરમશાહ આદિ, અનેક આચાર્યો, સૂરિઓ, રાજવીઓ, અમાત્‍યો, શ્રેષ્ઠિઓ અને સામાન્‍ય ધર્મવીરોનો […]

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. આ સરોવર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે. નારાયણ સરોવર ભુજથી ૨૧૦ કિમી દૂર આવેલ છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. હિન્‍દુ શાસ્‍ત્ર પ્રમાણે જે મુખ્‍ય પવિત્ર પાંચ સરોવરો છે તે (૧) માન સરોવર (કૈલાસ), (૨) બિંદુ સરોવર (સિદ્ધપુર-ગુજરાત) (૩) પંપા સરોવર (કર્ણાટક) (૪) બ્રહ્મ સરોવર (પુષ્‍કર, રાજસ્‍થાન) અને (૫) નારાયણ સરોવર (કચ્‍છ-ગુજરાત), એ પાંચ પૈકી નારાયણ સરોવરનું સર્જન સૌ પ્રથમ થયું છે ! એટલું જ નહિ આ વિશ્વ આખાનું સર્વપ્રથમ મીઠા જળનું સરોવર તે નારાયણ […]

IMPORTANT TOURISM LINKS: Ministry of Tourism http://tourism.gov.in/ State / UT Tourism http://indiaimage.nic.in/tourism.htm Andaman and Nicobar Islands http://andaman.nic.in/ AP Tourism http://www.aptourism.com/ http://www.andhrapradesh.com http://www.apinfrastructure.com Arunachal Pradesh http://www.arunachaltourism.com/ http://arunachalpradesh.nic.in Assam http://assamgovt.nic.in/ Bihar http://bihar.nic.in/ http://www.nic.in/ptdc/ Chhattisgarh http://cgtourism.nic.in/ Chandigarh http://www.citcochandigarh.com/helpline/ New Delhi http://delhitourism.nic.in/ Goa www.goacom.com http://goagovt.nic.in http://goatourism.nic.in http://www.goatrip.com http://www.goahub.com/goa/travel_guide http://ruralbazargoa.nic.in http://goamuseum.nic.in Gujarat http://www.gujarattourism.com/ Haryana http://www.nic.in/htc/ Himachal Pradesh http://www.hptdc.nic.in/ Jammu and Kashmir http://www.jktourism.org/ Jharkhand http://www.jharkhand.nic.in/tourism/tour.htm Karnataka http://kstdc.nic.in/ Kerala Tourism http://www.keralatourism.org Lakshwadeep http://lakshadweep.nic.in/lakislscvr.htm Madhya Pradesh Tourism http://www.mptourism.com/ Maharashtra http://www.maharashtra.gov.in www.mumbainet.com Manipur http://manipur.nic.in/ Meghalaya http://meghalaya.nic.in www.meghalayatourism.com Mizoram http://mizotourism.nic.in/ Nagaland http://www.nagalandtourism.com/ Orissa http://www.orissa-tourism.com/ Pondicherry http://www.tourisminpondicherry.com Punjab http://ptdc.nic.in/ Rajasthan http://www.rajgovt.org […]

મહુડીઃ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામ આવેલું છે. આ તીર્થક્ષેત્ર ૨૦૦૦ જેટલાં વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારિક ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. તેવી લોકોની માન્યતા છે. અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન […]

ગુજરાતનાદક્ષિ‍ણ દિશા તરફ વળીએ તો પહેલો ખેડા જિલ્લો આવે. ખેડા જિલ્લો ગુજરાતનો એક સંપન્ને જિલ્લો છે. ધરતીપુત્રો ખેડૂતોની આ ભૂમિ. ખૂબ સુખી અને સમૃદ્ધ પાટીદારોની ધરતી, ખેતી ઉપરાંત આ મહત્વનું શિક્ષણક્ષેત્ર પણ ખરું. વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ભાઇકાકા જેવા સપૂતોની ભૂમિ. તો આવો ખેડામાં પ્રવેશ કરી પહેલાં જઈએ નડિયાદ. ખેડા જિલ્લાનું મહત્વનું નગર નડિયાદ. સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ. જૂના વખતમાં હરિદાસ બિહારીદાસ જેવાઓએ પ્રજાકીય ક્ષેત્રે મોટો ફાળો આપેલો. સંનિષ્ઠા લોકસેવક અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઇ પટેલની રાષ્ટ્રી ય સેવા નોંધ-પાત્ર છે. સંતરામ મહારાજનું એ ધામ તો આજેય મંદિર […]

ભાવનગર જિલ્‍લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્‍છાદિત વિસ્‍તારમાં જૈન ધર્મની આસ્‍થાનું સ્‍થાનક ‘પાલિતાણા’ આવેલું છે. સમગ્ર પર્વતીય વિસ્‍તારમાં ૯૦૦ જેટલા ભવ્‍ય અને નયનોને રોમાંચિત કરે તેવા દેરાસરો આવેલાં છે. સ્‍થાપત્‍ય અને શિલ્‍પકળાની બેનમૂન કલા-કારીગરી દરેક દિવાલો-છત અને ખંડોમાં ઊભરી આવી હ્યદયને રોમાંચિત કરે છે. ‘પાલિતાણા’ અદ્વિતીય કળા વૈભવ અને આસ્‍થાના સ્‍થાનક સમું છે. જે અગણિત જૈનો અને શ્રદ્ધાળું – યાત્રીકોને પોતાના તરફ આકર્ષે છે. ‘પાલિતાણા’ ના નિર્માણમાં સમય, શક્તિ અને નાણાની સાથે સાથે શ્રદ્ધાળુઓની આસ્‍થા-શ્રદ્ધાનું સિંચન દ્વારા તેનું નિર્માણ થયું હતું.. વિજય-વિલાસ પેલેસ ૧૯૦૬માં રાજા વિજયસિંહજી ગોહિલ દ્વારા નિર્માણ કરવામાં […]

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. […]

સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી રોડ સ્‍તે ૧૦૫ કિલોમીટર છે. વ્‍હાલા વાંચક પોરનો અર્થ થાય છે નાની એવી વસાહત, સમુદ્ર કાંઠાની આવી વસાહતની વસતીને પોર કહેવાય છે. આવા પોરમાં મિત્રોની અતુટ સ્‍નેહકથા, મિત્ર પ્રેમથી પાંગરેલી આ વસાહત – શહેર બનીને આજે પોર બંદરથી સુપ્રસિદ્ધ છે. અહીં એક સમયે શ્રી કૃષ્‍ણના બાલ સખા સુદામા વસતા હતા તેથી સુદામાપુરી પણ કહેવાય છે. આપણા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની આ જન્‍મભૂમિ છે. બાલક સુદામા અને બાલ કૃષ્‍ણ વિદ્યા અભ્‍યાસ માટે ગુરૂ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા ખાસબાલ મિત્રો હતા.સુદામાએ વિદ્યા પ્રાપ્તિ પછી ગુરૂ પાસે અયાચક વ્રત […]

મોઢેરાથી દક્ષિ‍ણે લગભગ પંદર કિ.મી. દૂર આવેલું બહુચરાજી માતાનું મંદિર છે. સ્‍થાનક જૂનું છે અને અનેક ગીતો-ગરબાઓ-ભજનોનો વિષય બનેલું માતૃતીર્થ છે. મંદિર ભવ્‍ય છે. પુરાણું સ્‍થળ શંખલપુર પણ અહીંથી પાંચેક કિલોમીટર દૂર છે. પણ ત્‍યાં તો સામાન્‍ય મંદિર જ છે. બહુચરાજી માતાના મંદિરનું પ્રાંગણ વિશાળ છે. વાર-તહેવારે તે ભાવિકો-ભક્તોથી ઊભરાઈ જાય છે. મંદિરની બરાબર સામે એક હવન-કુંડ છે. તેની પાછળ વલ્‍લભ મેવાડાનું ઘર છે – જ્યાં તેણે બાળપણ વિતાવ્‍યું હતું. મંદિર પાસે જ માનસરોવર અને અનેક ધર્મશાળાઓ છે. બહુચરાજી ગુજરાતનું બીજું શકિતતીર્થ છે. અહીં પોતાના બાળકોના વાળ ઊતરાવવા લોકો આવે […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors