ચૈતન્યની અનુભૂતિ કયારે થાય ? * હ્રદયગ્રંથિનુ ભેદન અને છેદન થાય ત્યારે ઃએની પ્રક્રિયા કાંઈક આ પ્રકારની છેઃ -પ્રથમ પોતાના ચૈતન્યનું જ્ઞાન થાય છે. -બીજું,ચિદ્શક્તિનો ઉદય થાય છે.આત્મસ્ફુરણાના ચમકારા જોવા મળે છે. -ત્રીજું,નામરૂપનું બનેલું જગત આભાસ માત્ર બની જાય છે. -ચોથું,કર્તાપણાનો ભાવ નષ્ટ થાય છે. -પાચમું, અહંભાવ શૂન્યમા લીન થાય છે અને એક માત્ર સહજ આત્મબોધ બાકી રહે છે.
આધ્યાત્મની દિશામાં પ્રગતિ થઈ રહી છે તેની કેવી રીતે ખબર પડે? * દ્રન્દ્રરહિત પણાનો અનુભવ થાય તો ખબર પડે. * સંસારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ ઓછુ થતું અનુભવાય. * કામ,ક્રોધ,મદ,મોહ,લોભ અને મત્સર ક્ષીણ થઈ રહ્યા છે તેની અવારનવાર પ્રતીતિ થાય. * સ્થુલથીમાંડી સૂક્ષ્મ કક્ષાના વિચારો ઓગળી રહ્યા છે નિરંતર ચિત શુધ્ધિ થઈ રહી છે,ગહન શાંતિ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે, એવું સર્વ સ્થિતિમાં લાગ્યા કરે. * દ્રન્દ્રને સ્થાને નિદ્રન્દ્ર જોવા મળે,એક જ પરમ ચૈતન્ય વિલસી રહ્યુ છે એવી સમજણની હાજરી રહેવા માંડે.
મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ? * હા. મૌનમાં મનની અપાર શાંતિ હોય તે આવશ્યક છે. મૌન એટલે શાબ્દિક મૌન નહી પણ વૈચારિક મૌન.મૌન એટલે મનની નીરવ અવસ્થા;ભાવાવસ્થા.એજ પ્રાર્થના. * મનની આવી સ્થિતિમાં પ્રાર્થના થઈ જાય છે,કરવી પડતી નથી.એમાં ચેતના સ્પંદિત થઈ ઊઠે છે અને એ સ્પંદનોનો આપણને અનુભવ થાય છે. * આપણી અંદરની ચૈતન્યશક્તિ ગુંજારવ કરે અને આપણે સાંભળીએ તે પ્રાર્થના અસરકારક જ ગણાય ને?
* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે. * પાંચ અંગો આ પ્રમાણે છે ૧, અધિષ્ઠાન. – જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે. ૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર. – દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે […]
વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો? * જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો, * આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે, * વૃતિઓને શાંત કરવાનો. * મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો. * ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.
જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો કયાં ? * વ્યવહારીક જ્ઞાન માટે -નિરિક્ષણ, પરિક્ષણ અને પ્રયોગ. * આદ્યાત્મિક જ્ઞાન માટે -સ્રવન,મનન,નિદિધ્યાસન,વિવેક,વૈરાગ્ય,ષટ્સંપતિ,મુમુક્ષુતા. -અનુભવિનો સંગ. -સાચી જિજ્ઞાસા. -સાચો સંત્સગ. -પ્રણિપાત. -સેવા. -નમ્રતા -નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના.
* પરમાત્મા પોતે જ જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરી જ્ઞાનીમાં પ્રવેશે છે અને એવા જ્ઞાનીના સંગથી અને સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. * જ્ઞાની જ્ઞાનનો વાહક છે,જન્મદાતા નહી. * ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.