ભાદરવા સુદ એકાદશીને જ પરિવર્તિની એકાદશીનું નામ અપાયું છે. આને જ વામન એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી મહાપુણ્યથી તથા સઘળાં પાપનો નાશ કરનારી છે. આ એકાદશી દરેકે કરવી જોઈએ. જો એકાદશી કરવાનો સંકલ્પ કર્યા પછી જો કોઈથી વ્રતનો ભંગ થાય તો પણ એકાદશી કર્યાનું પુણ્ય આ એકાદશી જ આપે છે. જો કોઈ આ એકાદશીની કથા વાંચે અગર સાંભળે તો પણ ઉપર લખ્યા તુલ્ય પુણ્ય મળે છે. જે કોઈ શ્રદ્ધાળુ આજે ભગવાન વામનની પૂજા કરે છે તેને ત્રિલોકના સમસ્ત દેવનું પૂજન કર્યાનું ફળ મળે છે. આજના દિવસે ભગવાનને દહીં – […]