યશવંત શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ખુબ જ જાણીતા છે. તેઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે.. તેમનું આખું નામ યશવંત પ્રાણશંકર શુક્લ છે. તેમનો ૮મી એલિ, ૧૯૧૫ના દિને ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત ખાતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પુરો થયા પછી તેઓ અધ્યાપન તેમ જ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયા હતા. તેમણે સાહિત્યક્ષેત્રે અનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક તરીકે કાર્યો કરી સાહિત્યકાર તરીકે વિશેષ નામના મેળવી ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. […]