સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિપરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે દરેક પ્રદેશમાં તેનું અલગ અલગ નામ છે. અને ઉજવણીની રીત પણ જુદી જુદી છે. હિંદુ ધર્મમાં દરેક માસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પક્ષ સુદ તો બીજો પક્ષ વદ છે. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ તથા બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પૃથ્વીની […]