વીસમી સદીના મધ્યાંતે જયારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુનઃતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને (મિત્રો અને સબંધીઓના રવિભાઇ) ફળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કુલ ઑફ્ આટ્ર્સનો મેયો ચંદ્રક દાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કઙ્ગાું, ‘મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી‘, આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. ઇ. સ. ૧૭૨૩ માં ભાવનગરના તોરણ […]