આયુર્વેદમાં લીમડાના અનેક પ્રકાર બતાવાયા છે. જેમાં મુખ્યત્વે લીમડો, મીઠો લીમડો (કઢી પત્તાં) બકાયન લીમડો, અરડૂસાની એક જાત વગેરે વગેરે…. લીંમડો સ્વાદમાં કડવો છે. તે અનેક રોગમાં અક્સિર છે. તેના ઘણા ફાયદા છે. તે ખૂબ ગુણકારી છે. તેના તમામ ભાગ (છાલ, પાંદડા, ડાળી, ફૂલ, ફળ) કડવા છે જોકે પાકી લીંબોળી સહેજ મીઠી હોય છે. જેથી કાગડા તથા નાનાં બાળકોને થોડે અંશે પસંદ છે. લીમડાની લીંબોળીના મીંજમાંથી તેલ કાઢવામાં આવે છે. જેને નીમ્બ તેંલ કહેવામાં આવે છે. જો માથામાં જૂ-લીખ પડી ગયા હોય તો લીમડાનું તેલ માથામાં લગાવી ૬ કલાક પછી […]