જે મનુષ્ય ઝાઝા ઉપવાસ ન કરી શકતો હોય અને જેને ખૂબ પુણ્યવાન બનવું હોય તેણે શ્રવણ નક્ષત્રના યોગવાળી શ્રવણ દ્વાદશીનું વ્રત કરવું. આજે ઉપવાસ કરી સ્નાન કરવું. નારાયણનું પૂજન કરવું. માત્ર તેમનું પૂજન કરવાથી સઘળી એકાદશી કર્યાંનું પુણ્ય મળે છે. આ વ્રત કરવાથી ગંગાસ્નાનનું ફળ મળે છે. કથા – દાશાર્ણક નામનો દેશ છે. તેની પશ્ચિમે મારવાડ છે. મારવાડમાં હરિદત્ત નામનો વાણિયો વ્યાપાર કરી જીવતો હતો. તે પોતાના સંઘથી જુદો પડી ગયો હતો તેથી મારવાડમાં વસ્યો હતો. ત્યાંનાં પશુ – પક્ષી – માણસો માંસ – લોહી વગરનાં જોઈ તે ગભરાતો હતો. […]