નવરાત્રી મહોત્સવ હિંદુ પચાંગ અનુસાર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. આ દરેક નવરાત્રીમાં ભક્તો પોતપોતાના ઈપ્સિત આરાધ્યને ભજીને કે તેમનું અનુષ્ઠાન આદરીને તેમની પ્રસન્નતા મેળવવા, તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ આદરે છે. સૌપ્રથમ આવતી, ચૈત્ર માસમાં નવરાત્રી જેને ચૈત્રી નવરાત્રી કહેવાય છે. પોષ માસમાં આવતી શાકંભરી નવરાત્રી, ભાદરવામાં આવતી રામદેવપીરનાં નોરતાં અને આસોની રઢિયાળી રાતોમાં આવતી શારદીય નવરાત્રી. આ ચારેય નવરાત્રી દરમિયાન જુદા જુદા ઉપસકો માને ભજે છે તેમનું લઘુ અનુષ્ઠાન આદરે છે. લઘુ અનુષ્ઠા ૨૪,૦૦૦ મંત્રથી કરવાનું હોય છે. જેમાં પ્રથમ દિવસે જેટલી માળા કે જેટલા જપ કર્યા હોય […]