કલ્યાણરાય જોષી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા કેળવણીકાર, સમાજસુધારક અને સાહિત્યકાર હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જાણીતા યાત્રાધામ દ્વારકા પાસે આવેલ બેટ શંખોદ્ધામાં કલ્યાણરાયનો જન્મ ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની ૧૨મી તારીખે થયો હતો. એમણે વિજ્ઞાન, ભૂગોળ, આરોગ્યશાસ્ત્રી, ભૂસ્તરવિજ્ઞાન અને પુરાતત્ત્વ કે જે તેમના પ્રિય વિષયો રહ્યા હતા, તેને લગતાં ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે લખેલા “ઓખામંડળના વાઘેરો” નામના પુસ્તક માટે તેમને “નર્મદ સુવર્ણચંદ્રક” એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક […]
ગાંઘીયુગના જાણીતા ગુજરાતી કવિ ઉત્તર ગુજરાતના તત્કાલીન ઇડર રાજયના સુવેર ગામના રામચંદ્ર હરિદત્ત ઠાકુરને ત્યાં મોસાળમાં કુકડિયા ગામે ઇ.સ. ૧૯૧૦ના ફેબ્રુઆરી માસની ત્રેવીસમી તારિખે મુરલીધર ઠાકુરનો જન્મ બે વર્ષની વયે માતા ગંગાબાઇનું મૃત્યુ થતાં મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી પિતા પાસે મુંબઇ જઇ ત્યાં મેટ્રિક થયા. ગુજરાતી-સંસ્કૃત લઇ એમ.એ. થયા અને મુંબઇની સિડનહામ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. સિડનહામ કોલેજની ભોંયતળિયે આવેલી પ્રોફેસરોના રૂમ વર્ષો સુધી કવિતાનો કકકો ઘૂંટનારથી માંડી સોશિયલ ની સમભાવની પ્રવૃત્તિ કરનાર અનેક હોંશીલા વિદ્યાર્થીઓની તીર્થધામ બની હતી એકાઉન્ટન્સી કે અર્થશાસ્ત્રના ખાસ વિષયો ત્યજીને એમનાં લેક્ચરોમાં […]
ગુજરાતી પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ ઇ.સ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા પિતા નરસિંહભાઇ નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પરંતુ મોતીભાઇએ કુમારાવસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો ઇ.સ. ૧૮૮૮માં વાચન, મનન અનેન ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ વિદ્યાર્થી સમાજ નામે સ્થાપવો હતો ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઇએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, દૃઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં. વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ સમાજ પુસ્તકાલય ની શરૂઆત કરી. જેમતેમ […]
ગુજરાતી સાહિત્યના કવિ અને સમાજસુધારક બહેરામજી ધનજીભાઈ મલબારીનો જન્મ ઈ.સ. ૧૮૧૩માં વડોદરા મુકામે થયો હતો. મેટિ્રક સુધી અભ્યાસ કરી શોખ ખાતર શેક્સપિયર,મિલ્ટન વડ્ઝવર્થ વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. ધીમે ધીમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કાવ્યો રચવા લાગ્યા. ત્યાર પછી તો એમની પાસેથી ‘વિલ્સન વિરહ’, ‘સાંસારિકા’ આદમી અને તેની દુનિયા અને નીતિ વિનોદ જેવા ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થયા છે. એમણે ઈન્ડિયન ન્યૂઝ ઈન ઈગ્લિશ ગાર્બથી અભિભૂત થઈ મેક્સમૂલર અને મહારાણી વિક્ટોરિયાએ એમની પ્રશંસા કરી હતી. બાળલગ્નો બંધ કરાવવા ભારતીય નારીની સ્થિતિ સુધારવી અને વિધવાના વિવાહની હિમાયત કરીને એમણે જે નામના મેળવી તે […]
નામઃકનૈયાલાલ માણેકલાલ મુનશી જન્મ:ડિસેમ્બર ૩૦,૧૮૮૭ ભરૂચ કુટુંબઃ માતાનું નામ :તાપીબા પિતાનું નામ : ,માણેકલાલ લગ્ન:અતિલક્ષ્મી,લીલાવતી અભ્યાસ:બી.એ. એલ.એલ.બી. જીવનઃવકીલાત,સાહિત્યકાર ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના ૧૯૧૫-૨૦ \’હોમરુલ લીગ’ ના મંત્રી ૧૯૧૫- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા. ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા ૧૯૨૬- ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા ૧૯૩૦- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ૧૯૩૩- કોંગ્રેસના બંધારણનું ઘડતર ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન ૧૯૩૮- ભારતીય વિદ્યાભવનની […]