મહારાષ્ટ્રીયનોના કુળદેવતા શ્રીમલ્હાર મ્હાળસાંકાંત (ખંડોબા)નું મંદિર વડોદરામાં આવ્યું છે. આ મંદિર લગભગ ૨૩૦ વર્ષ જૂનું અને ઐતિહસિક છે. અહીંયા બે મંદિર છે. એક જૂનું એક નવું. વર્ષો પેહલાંની વાત છે. મહારાષ્ટ્રના જેજુરીના પર્વતોમાં બે રાક્ષસ રહેતા હતા. એમનું નામ મણિ તથા મલ હતું તે સાધુ, સંતો તથા નગરજનોને બહુ ત્રાસ આપતા હતા. નગરજનો તેમના ત્રાસથી કંટાળી શિવને આરાધે છે. શિવ પ્રસન્ન થાય છે. તેમણે બંનેનો નાશ કરવા ખંડોબાનો અવતાર ધારણ કર્યો સફેદ ઘોડા પર હાથમાં તલવાર, માથે પીળી પાઘડી, પીળી શાળ તથા પત્ની સાથે રાક્ષસોનો વધ કરવા નીકળ્યા. રસ્તો ભૂલી […]