કલ્યાણરાય જોષી ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા કેળવણીકાર, સમાજસુધારક અને સાહિત્યકાર હતા. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જાણીતા યાત્રાધામ દ્વારકા પાસે આવેલ બેટ શંખોદ્ધામાં કલ્યાણરાયનો જન્મ ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની ૧૨મી તારીખે થયો હતો. એમણે વિજ્ઞાન, ભૂગોળ, આરોગ્યશાસ્ત્રી, ભૂસ્તરવિજ્ઞાન અને પુરાતત્ત્વ કે જે તેમના પ્રિય વિષયો રહ્યા હતા, તેને લગતાં ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે લખેલા “ઓખામંડળના વાઘેરો” નામના પુસ્તક માટે તેમને “નર્મદ સુવર્ણચંદ્રક” એનાયત કરવામાં આવ્યો હતો. વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક […]