આશરે ૧૨૦૦૦ વર્ષ પૂર્વે પાલનપુર અને ગામના એક સ્થાને હનુમાજીની મૂર્તિ ધરતીમાંથી પ્રગટ થયાના એંધાણ પ્રાપ્ત થયા હતા. આજે પણ જે જગ્યાએથી આ વિશાળ મૂર્તિ મળી આવી હતી ત્યાં મોટો ખાડો છે. જયાં ખાડો પડી ગયેલ છે ત્યાં આજે પણ મૂર્તિ પૂજનની પૂર્ણ વિધિ કરી તેલ સિંદૂર ચઢાવાય છે. આ કારણે હનુમાનજીનું નામ છબીલા સાગર હનુમાન રાખવામાં આવ્યું છે. ચૌધરી પરિવારના માણસો બળદગાડામાં મૂર્તિ લઈને ઉત્તર ગુજરાત તરફ આવતા હતા ત્યાં દિવસ આથમી જતા જંગલમાં જ રાત્રિરોકાણ કરવું પડ્યું. પરોઢિયે બ્રહ્મ મૂહૂર્તમાં હનુમાનજીને લઈને પ્રયાણ કરતા રસ્તામાં જ બળદગાડું થંભી […]