ગાંઘીયુગના જાણીતા ગુજરાતી કવિ ઉત્તર ગુજરાતના તત્કાલીન ઇડર રાજયના સુવેર ગામના રામચંદ્ર હરિદત્ત ઠાકુરને ત્યાં મોસાળમાં કુકડિયા ગામે ઇ.સ. ૧૯૧૦ના ફેબ્રુઆરી માસની ત્રેવીસમી તારિખે મુરલીધર ઠાકુરનો જન્મ બે વર્ષની વયે માતા ગંગાબાઇનું મૃત્યુ થતાં મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી પિતા પાસે મુંબઇ જઇ ત્યાં મેટ્રિક થયા. ગુજરાતી-સંસ્કૃત લઇ એમ.એ. થયા અને મુંબઇની સિડનહામ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. સિડનહામ કોલેજની ભોંયતળિયે આવેલી પ્રોફેસરોના રૂમ વર્ષો સુધી કવિતાનો કકકો ઘૂંટનારથી માંડી સોશિયલ ની સમભાવની પ્રવૃત્તિ કરનાર અનેક હોંશીલા વિદ્યાર્થીઓની તીર્થધામ બની હતી એકાઉન્ટન્સી કે અર્થશાસ્ત્રના ખાસ વિષયો ત્યજીને એમનાં લેક્ચરોમાં […]