ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાંના એક છે. તેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમનાપહેલા અવસાન પામ્યા ) હતા. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાન વિષયોમાં મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે અધ્યયન કાર્ય કર્યુ હતું, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા. કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા […]