રમેશભાઇ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ અૌદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે. તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે ૭ કરોડ રૂપિયાના અનુદાનો અને ગુજરાત સરકાર તરફ્થી તિક […]