પ્રતિવર્ષ વિશ્વમાં લાખો લોકો ડેન્ગયુના રોગના શિકાર બને છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હાડકામાં પીડા થવી એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગયુને ખતરનાક રોગ માનવાની સાથે સાથે હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ રાગેની ઓળખ બેંજામિન રશે ઈ.સ. ૧૭૮૯માં કરી હતી અને છેક વીસમી સદીમાં એ જાણી શકાયું કે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે. ડેન્ગયૂનો તાવ ‘ ડેન વાયરસ’ ને કારણે આવે છે. શરીરમાં એક વાર વાયરસ પ્રવેશે પછી ડેન્ગયૂનાં લક્ષણ સામાન્ય રીતે પાંચથી છ દિવસમાં જોવા મળે છે. ડેન્ગયુ તાવનો વાયરસ એડીસ નામના મચ્છરના […]