મેળા આમ ગુજરાતી પ્રજાનું એક અભિન્ન અંગ બની ગયા છે. આપણા દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજય છે જયાં વર્ષ દરમિયાન ૨,૦૦૦થી વધુ મેળા કે લોકમેળા યાજાય છે. જેમાં મુખ્ય મુખ્ય મેળા આ મુજબ છે. ભવનાથ, તરણેતર, અંબાજી, શામળાજી, ડાંગ દરબાર, રવેચીનો મેળો, કવાંટનો મેળો. આ તમામ મેળામાં માત્ર ગુજરાતીઓજ નહીં દેશ-વિદેશથી લોકો ઊમટી આવે છે. દરેક મેળાનું ગુજરાતમાં આગવું મહત્વ છે. આ મેળાઓમાં માનવ મહેરામણ હૈયુ હૈયું દ.. એમ ઊમટી પડે છે. મેળામાં ઊંચ-નીચ,અમીર-ગરીબ નાત-જાતનો કોઈ ભેદભાવ જોવાતો નથી. યુવાન-યુવતીઓ માટે તો મેળો એટલે તેમનાં હૈયાંની ઘડકન. મેળાની […]