ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક રમણલાલ જોશીનો જન્મ વિજાપુર તાલુકાના હીરપુરા ગામે તા. ૨૨મી મે, ઇ.સ. ૧૯૨૬ના રોજ થયો તેમણે પ્રાથમિક શિક્ષણ વડનગરમાં લીધું જયારે માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં લીધું ઇ.સ. ૧૯૫૦માં બી.એ. થયા અને ઇ.સ. ૧૯૫૪માં એમ.એ. થયા એમ.એ. માં એમને દ્ધિતીય વર્ગ આવ્યો હતો. ગોવર્ધનરામઃ એક અધ્યયન વિષે મહાનિબંધ લખી એમણે ઇ.સ. ૧૯૬૨માં ગુજરાત યુનિર્વિસટીમાંથી પીએચ.ડી.ની પજવી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૫૪થી ઇ.સ. ૧૯૫૯ સુધી તેઓ ગુજરાત યુનિર્વિસટીના ભાષાસાહિત્ય-ભવનમાં રિસર્ચ-ફેલો રહ્યા ઇ.સ. ૧૯૫૯થી ઇ.સ. ૧૯૬૨ સુધી તેમણે અમદાવાદની જી.એલ.એસ.આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવી ઇ.સ. ૧૯૬૨થી ઇ.સ. ૧૯૬૮ […]