શિવકુમારનો જન્મ ઇ.સ. ૧૯૧૬ના નવેમ્બરની ૧૬મી તારીખે અમદાવાદમાં થયો હતો. પિતાનું નામ ગિરજાશંકર અને માતાનું નામ તારાલક્ષ્મી પ્રાથમિકથી પ્રારંભી કોલૅજ સુધીનું શિક્ષણ તેમણે અમદાવાદમાં લીધું હતું ઇ.સ. ૧૯૩૭માં ગુજરાત કોલૅજમાંથી સંસ્કૃત સુધીનું વિષય સાથે સ્નાતક થયા અને તરત જ અમદાવાદમાં ઉચ્ચ ભદ્ર વર્ગના ગર્ભશ્રીમંત પિતાએ કલકત્તા ખાતે કાપડનો ધંધો ચલાવતા કાકા પાસે તેમને મોકલી આપ્યા. કલકત્તામાં કારકિર્દીની શરૂઆત કરી તેથી શિવકુમારને ઘણો લાભ થયો. તેમનાં વળાંક અને વહેણ કલકત્તાના લાંબા વસવાટને કારણે સુપેરે ઘડાયાં. તેમનું પ્રથમ લગ્ન સુનંદા સાથે થયું હતું તે લગ્નથી તેમને એક પુત્ર રુચિર થયો હતો. કાપડના […]