રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફ્લ્મિકાર તરીકે કોઈ નામ યાદ કરવાનું આવે તો પહેલાં કેતન મહેતાનું જ નામ યાદ આવે. નવસારીમાં જન્મેલા અને મુંબઈમાં બાળપણ વિતાવનાર કેતન મહેતાએ દિલ્હીથી ગ્રેજયુએશન કર્યું અને પૂના ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં દિગ્દર્શનના પાઠ શીખ્યા, ત્યાર બાદ તેમણે અમદાવાદની ઈસરો સંસ્થામાં ટેલિવિઝન વિભાગમાં નિર્માતા તરીકે પણ ફ્રજ બજાવી હતી… હિન્દી ફિલ્મોધોગને મનોરંજન અને વ્યાપારિક સફ્ળતા તરફ્ દોરવી શ્રેષ્ઠતા પુરવાર કરનાર ગુજરાતીઓ દ્યણા હશે, પરંતુ સત્યજિત રે, ઋત્વિક દ્યટકથી માંડી શ્યામ બેનેગલ, અડૂર ગોપાલકૃષ્ણન, કુમાર સાહની વગેરેની પંકિતમાં બેસે. રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પુરસ્કાર, પ્રતિષ્ઠા પ્રા કરે એવા ગુજરાતી […]