કોણ અજાણ્યું હોય ? લીલા તેમજ સુકામેવા તરીકે વપરાતાં આ અંજીર એ ઉંબરાની જાતિના ફળ છે. તેના ફળની આકૃતિ અને તેમાંનો ગર્ભ પણ ઉંબરાનાં ફળ જેવો જ હોય છે. તેનાં વૃક્ષો પણ ઉંબરાની જેમ ક્ષીરી વૃક્ષ ( જેમાંથી દૂધ નીકળે તેવાં હોય)છે. ગુણકર્મો ઃ આશરે પંદરથી સોળ ફૂટ ફૂટ ઊંચાં અંજીરનાં વૃક્ષોને ચૂના તથા ભેજવાળી જમીન માફક આવે છે. ભારતમાં કાશ્મીર, પૂના, નાસિક, ઉત્તરપ્રદેશ,બેંગલોર,મૈસૂરમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં જે અંજીર થાય છે તે બહુ મોટા અને સ્વાદિષ્ટ હોતાં નથી. ઉત્તમ પ્રકારના અંજીર તેા અરબસ્તાનથી જ આવે છે. આયુર્વેદ પ્રમાણે […]