દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયું એ દરમિયાન સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ ક્યાં છે તે હજુ સુધી કોઈને ખબર નથી, પણ ઈતિહાસ એવું કહે છે કે રાજકોટના જસદણથી થોડે દૂર આવેલા ઘેલા સોમનાથ મહાદેવનું જયોતિર્લિંગ છે. આજુબાજુ કોઈ ગામ નથી. તેમ છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભક્તોના હૃદયમાં સોમનાથ મહાદેવ જેટલી જ શ્રદ્ધા આ ઘેલા સોમનાથ મહાદેવની છે. વિક્રમ સંવત ૧૪૫૭ની આસપાસ ગુજરાત ઉપર સુલતાન જાફર મહંમદનો ડોળો હતો. ઘેલા વાણિયાએ શિવલિંગની રક્ષા કાજે જાનની આહુતિ આપી હતી. તેથી આ શિવલિંગનું નામ સોમનાથમાંથી ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું.
ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શીવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના આરબશાશક […]