સૂર્ય મંદિર આ એક એવું નામ છે કદાચ ભાગ્યેજ કોઈ તેનાથી અજાણ હશે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને સ્થાપત્યોની વાત થતી હોય અને સુર્ય મંદિરનું નામ લેવામાં ન આવે તેવું કોઈ કાળે ના બની શકે. એમી માની લો કે સ્થાપત્યોની દ્રષ્ટિએ તેનું નામ સૌથી પહેલું લેવું પડે. કદાચ હાલની દ્રષ્ટિએ બહુ ઓછા લોકો પરિચિત હશે પરંતુ દુનિયાભરમાં તો તે ખૂબ જ પ્રચલિત છે તેના મંદિરને લીધે.સૂર્ય મંદિર ઈ.સ. ૧૦૨૬-૨૭ માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરની દિવાલો […]