સૂરણના કંદ શાકમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ આપણે ત્યાં તેનો ફરાળ સિવાય ભાગ્યે જ ઉપયોગ થાય છે. તેની બે જાત છે. જંગલી એટલે વવળતું સૂરણ, જેમાં ઔષધીય ગુણો વિશેષ હોય છે. બીજું, સાદું સૂરણ જે શાકમાં વપરાય છે. સૂરણ સ્વાદે તીખાશ પડતું તૂરું છે. તાસીરે ગરમ અને ગુણમાં લૂખું, મળશોધક, વાત- કફનાશક છે. તે હરસ, કૃમિ, બરોળ રોગ, ગોળો, વાયુના રોગ, કફના રોગ, ઉધરસ, શ્વાસ, ઊલટી, શૂળ, મેદ રોગ વગેરેમાં ઉપયોગી છે. તે પચવામાં હલકું, અગ્નિદિપક, અન્નપાચક, પિત્તપ્રકોપક અને દાહક છે. સૂરણ ચામડીના રોગી અને લોહી બગાડના રોગી માટે […]