વિના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, તે માટે કેટલીક તૈયારી આપણે અત્યારથી જ કરી લેવી જરુરી છે. ઘણા લોકો બેંક એકાઉન્ટ, ઇન્શ્યોરન્સ પોલીસી, લોકર, વગેરેમાં સિંગલ નામ રાખે છે. માત્ર પોતાના જ નામે એકાઉન્ટ ખોલાવે, શેર ખરીદે કે લોકરમાં ક્યારેક નોમિની તરીકે કોઇનું નામ જ ન હોય. આમાં ક્યારેક પરિવારના અન્ય સભ્યોને મુશ્કેલી ઊભી થઇ શકે છે. એકથી વધારે હોય નોમિની તમારી રકમ કે સંપત્તિમાં પરિવારના એકથી વધારે સભ્યોને નોમિની બનાવો. જો અરજી કરનાર અને નોમિની એક્સાથે કોઇ અકસ્માતનો ભોગ બને તો આવી સ્થિતિમાં નિશ્વિત રકમ વિશ્વાસપાત્ર હાથોમાં […]