મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ તેરસ ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર આવે છે. આ તહેવાર રાત્રિએ જ ઉજવાય છે. તેમાં ભગવાન શિવ પ્રત્યેનો ભક્તિભાવ જોવા મળે છે. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા થઈ શકે છે,સામાન્યપણે શિવની પૂજા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. કારણ કે બંને શિવના જ પ્રતિક છે. ભગવાન શિવના ભક્તો દ્વારા પુરી શ્રદ્ધા સાથે તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શિવને ખુશ કરવા ખૂબ જ સરળ છે કારણ કે તે ભોળા છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય […]