ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિજયનગર ગામેગામની મઘ્યમાં દિગમ્બર જૈનમંદિર આવેલ છે. ટેકરીઓ ઉપર અગાઉના રાજયકર્તાનો મહેલ છે.સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં મૈત્રક કાલનાં (૧૦મીથી ૧૫મી સદીના) સાત મંદિરોનો સમૂહ આવેલો છે. અત્યારે આ મંદિર-સમૂહોના જે કાંઈ અવશેષો બચ્યા છે તે જોતાં એ સમયે આ સ્થાપત્યો કેવી ઉચ્ચ કોટિનાં હશે તેનો અંદાજ મળી શકે છે અને અહેસાસ થાય છે. આ મંદિરો પૈકી મંદિર નં. ૭ સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. મંદિર નં.૧ પૂર્વાભિમુખ છે, જંઘાના ગવાક્ષોમાં આવેલાં શૈવ શિલ્પો પરથી આ મંદિર શિવાલય […]