૧૮૭પ જન્મ : તા. ૩૧ ઓકટો. નાં રોજ ખેડા જીલ્લાનાં નડિયાદ ગામે. વતન : કરમસદ. પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇનાં ચોથા પુત્ર. અભ્યાસ : પ્રાથમિક તેમજ અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનું શિક્ષણ કરમસદમાં. અંગ્રેજી ચોથા ધોરણ સુધી પેટલાદમાં. ૧૮૯૩ લગ્ન : કરમસદ પાસે ગાના ગામે ૧૮માં વર્ષે ઝવેરબા સાથે લગ્ન. ૧૮૯૭ નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં રર વર્ષની વયે મેટ્રીકની પરીક્ષા પાસ. ૧૯૦૦ વકીલીની પરીક્ષા : નડિયાદની વકીલની પરીક્ષામાં ઊતીર્ણ થયા અને પંચમહાલનાં ગોધરામાં વકીલાતનો શુભારંભ. ૧૯૦ર ગોધરા છોડી બોરસદમાં ફોજદારી વકીલ, જવલંત સફળતા અને ખ્યાપતિ પ્રાપ્તો કરી. ૧૯૦૪/પ સંતાન પ્રાપ્તિ : […]