પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે,એ વડતાલ ગુજરાતનું એક નાનું ગામ છે. વડતાલ જેવા તીર્થ રાજ ક્ષેત્રના મહિમાનું આલેખન કરવું એ મહાસાગરના જળનું પ્રમાણ કાઢવા જેટલું અધરૂ કાર્ય છે. બગવાન શ્રી સ્વામિનારાયણનું જ્યાં પ્રાગટ્ય થયું હતું તે વડતાલ ગામ,મહી વાત્રક અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલું ચરોતર નામના અનુપમ પ્રદેશમાં આવેલું છે. આણંદથી આગળ મુખ્ય રેલ્વે લાઈનમાં ચાર માઈલ ઉપર બોરિયાવીનું સ્ટેશન આવે છે. ત્યાંથી ચાર માઈલ દૂર વડતાલ નામનું ગામ આવે છે.અથવા તો અત્યારના અમદાવાદ- વડોદરા હાઈવે ઉપર આણંદ પહેલા […]