ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્લીસક અને લાસ્ય નૃત્યમાંથી તેનો જન્મ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે. (૩) હાલીનૃત્ય : હાલીનૃત્ય સુરત જિલ્લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]