રતિલાલ બોરીસાગર જન્મ : એકત્રીસમી ઓગસ્ટ, ૧૯૩૮ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. પરિચયઃ બોરીસાગર રતિલાલ મોહનલાલ (૩૧-૮-૧૯૩૮) : હાસ્યલેખક, નિબંધકાર. જન્મ સાવરકુંડલા (જિ. ભાવનગર)માં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં. ૧૯૫૬માં એસ.એસ.સી., ૧૯૬૩માં બી.એ., ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૯માં ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૧માં સાવરકુંડલા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૪ થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં ઍકેડેમિક સેક્રેટરી. લેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો; પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધિ મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (૧૯૭૭) અને ‘આનંદલોક’ (૧૯૮૩) છે. એમનું હાસ્ય વાચકને […]