રઘુવીરનો જન્મ ઇ.સ. ૧૯૩૮ના ડિસેમ્બરની માસની પાંચમી તારીખે બાપુપુરા ગામે થયો હતો પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. ઇ.સ. ૧૯૬૦માં હિંદી વિષય વઇને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ તેઓ અધ્યાપનકાર્યમાં જોડાયા હતા ઇ.સ. ૧૯૭૯માં ગુજરાતી ધાતુકોશ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી ઇ.સ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા. રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ અમૃતા (૧૯૬૫), ‘તેડાગર’ (૧૯૬૮), ‘લાગણી’ (૧૯૭૬),‘બાકી જિંદગી’ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ’ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી’ (૧૯૭૫) તથા […]