મહુડીઃ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ તાલુકાઓ પૈકીના એક એવા માણસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અમદાવાદથી ૮૦ કિ.મી. દૂર વિજાપુર પાસે મહુડી ગામ આવેલું છે. આ તીર્થક્ષેત્ર ૨૦૦૦ જેટલાં વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. આ તીર્થસ્થાન ચમત્કારિક ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે. તેવી લોકોની માન્યતા છે. અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન […]