તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.
ભીમનાથ મહાદેવ-ધંધુકા-ગુજરાત ધંધુકા તાલુકાના ભીમનાથ ગામે પાંડુપુત્ર ભીમના હસ્તે સ્થાપિત થયેલું ભીમનાથ મહાદેવ આવ્યું છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન ભીમનાથ મહાદેવની હાલ જગ્યા છે ત્યાં આવેલા. એવી કથા છે કે ભીમને ભૂખ લાગી હતી,પણ અર્જુનનો નિયમ હતો કે શિવલિંગનાં દર્શન કર્યા પછી જ જમવું. જંગલમાં ક્યાંય શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ હતું નહીં એટલે ભીમે એક પથ્થર લઈને તેના ઉપર જંગલનાં ફુલો ગોઠવી દીધાં અને અર્જુનને કહ્યું કે,ભાઈ આ શિવલિંગ રહ્યું. અર્જુને શિવલિંગનાં દર્શન કરી ભીમ […]
નર્મદા જિલ્લામાંથી ઉત્તર તરફ વહેતાં પુણ્ય સલિલા મા નર્મદાના પાવન તટે અનેક ઋષિ-મુનિઓએ તરસ્યા કરી છે. આ પાવનભૂમિ પર ભગવાન શંભુની આરાધના કરી હતી. અને પ્રસન્ન થયેલાં ભગવાન શિવે ગરુડજીને પ્રસન્ન થઈ વરદાન આપ્યું અને શિવજીએ જાતે શિવલિંગની સ્થાપના કરી હતી જેથી આ તીર્થસ્થાન ગરુડેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત બન્યું છે. આ સ્થળે ગામ વસ્યું જે આજે ગરુડેશ્વરના નામથી ઓળખાય છે. નર્મદા જિલ્લામાં આવેલાં ગરુડેશ્વર ખાતે રાજપીપળા અને વડોદરા તરફથી જઈ શકાય છે. રાજપીપળાથી ગરુડેશ્વરનું અંતર ૧૭ કિમી જયારે વડોદરાથી ૮૦ કિમી છે.