મનને અથવા જીવને રોજ શું કહેવું જરૂરી છે? * અનિવાર્ય હોય તેટલી જ વાણી બોલવી,પ્રિય અને સત્ય વાણી બોલવી. * અહી બધુ ક્ષણભંગુર છે એમ સમજી વ્યવહાર કરવો. * ભોગ ભોગવવાની વૃતિ ન રાખવી. * સ્વાર્થને બદલે પરોપકારનો વિચાર કરવો. * આડઆવળા ના જવું,લક્ષ્ય ભણી જ નિરંતર ગતી કરવી. * સંસારના બદલે ભગવાનનું ચિંતન કરવું. * જે નિયમો કર્યા હોય તેને વળગી રહેવું. * કર્મભાવ ન રાખવો. * કશામાં કુદી પડવાનું નથી,તટસ્થભાવે બધું જોવાનું છે.
મનની પકડમાંથી બચવાનો ઉપાય શું? * મનની અવગણના કરવી. * કોઈપણ ધટના બને તો તેને તત્કાળ ગ્રહણ કરી આધાત-પ્રત્યાધાત ન આપવા. * મનને દુઃખ થાય કે સુખ થાય તેવું તત્ક્ષણ ન થવા દેવું.અપમાન થાય તે વેળા મન તેને તરત પકડી લે અથવા પ્રશંસા થાય ત્યારે મન ફુલ્યુ ન સમાય એ જોખમી સ્થિતિ. * મન સુધી કશું પહોચે તેમ ન થવા દેવું.જે કાંઈ બને તેને થોડી ક્ષણૉ ભુલી જવાની આદત પાડવાથી મન મજબુત બનતું નથી મનને ખોરાક મળે તો તે બળવાન રહે.થોડી ક્ષણૉ વચ્ચે વિતે એટલે મનની પકડ આપોઆપ ઢીલી થઈ […]
વિષ્ણુસહસ્રનામ,ભગવતગીતા,ગજેન્દ્રમોક્ષ ઇત્યાદિનો પાઠ કરવાનો હેતુ શો? * જે ભગવન્તનામને,સ્તુતિને,સ્તોત્રને અથવા પાઠને હ્રદયના પ્રત્યેક અણુમાં ઉતરવા ઇચ્છતા હોઈએ લોહીના બિન્દુએ બિન્દુમાં ભળી જાયઈવું ઉચ્છતા હોઇએ તો એનું વારંવાર પઠન આવશ્યક છે એમ કરતાં કદાચ સમજ વધે કે ન વધે,પણ તેનો આસ્વાદ વધુ ને વધુ માણી શકાય ખરો, * આપણુ વિસ્મરણ થઈ જાય અને ભગવન્નામમાં લીન થઈ જવાય. અહંકારે આપણી અને આત્મા-પરમાત્મા વચ્ચે નિર્માણ કરેલુ અંતર નષ્ટ થાય,છેવટૅ આપણું અહં ઓગળી જાય એ પાઠ કરવાનો હેતુ છે, * વૃતિઓને શાંત કરવાનો. * મન,બુધ્ધિ,ચિત્ત વગેરેને નિર્મળ કરવાનો. * ગહન શાંતિ અને આનંદ અનુભવવનો.
મનને સન્માર્ગે વાળાવા શું કરવું? * સાચું હોય તેનો ખચકાટ વિના સ્વીકાર કરવો.અસત્યની આળપંપાળા ન કરવી. * સંસારમાં કોઈ પ્રત્યે રાગદ્રેષ ન રાખવા.સૌ પોતપોતાને સ્થાને બરાબર છે. * સમવૃતિ કેળવી જીતવું.એટલે કે ન આસક્તિ રાખવી ન ધિક્કાર. * આચરણ પ્રત્યે સાવધ રહેવું.આચરણ જેટાલું ઉચ્ચ અને પવિત્ર તેટલું જીવન સુગંધમય. * ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવવું.