મનુષ્યનું માપ શેના પરથી કઢાય? * સ્વભાવ પરથી. * સમય આવ્યે અથવા આપતિ વખતે. * એના વિચાર, વાણી અને વર્તન પરથી. અમુક સમયના સહવાસથી.
મનુષ્યજીવનમાં સૌથી કિંમતી વસ્તુ કે બાબત કઈ છે ? * સમયનો ઉપયોગ સાચી સમજ પ્રાપ્ત કરવામાં કરી લેવો એમાં મનુષ્યજીવનની સાર્થકતા છે સર્જનહારે આ સમય આપણને આપ્યો છે.તેમને અર્થે જ સમયનો ઉપયોગ કરવો એ સાચો ઉપયોગ છે મુલ્યવાન સમયનો નામ અને રુપની મહતા વધારવા ઉપયોગ કરવો તે સમય વેડફવા જેવું છે. -વીતેલી ક્ષણ પાછી નથી આવતી એ કોણ નથી જાણાતું સમયનો અર્થ વર્તમાન કરીએ તો આપણા હિતમાં છે જે કાળ વીતી ચુકયો છે અથવા હવે આવવાનો છે તેના વિશે વિચાર કરવાથી શું અર્થ શરવાનો છે? એમ કરવાથી આપણે વર્તમાન સમય […]
આત્મસંતુષ્ટ મનુષ્ય કોને કહેવો? * જેની ઇચ્છાઓનો લય થઈ ગયો હોય. * જે બાહ્ય વસ્તુઓ પર ખપ પુરતું જ અવલંબન રાખે અથવા જે વધુને વધુ આત્મનિર્ભય સ્થિત ભણી અવિરત ગતિ કરી રહ્યો હોય. * જે કોઈ પણ પ્રકારની તૃષ્ણાઓ કે સંધર્ષોથી પર હોય,પ્રત્યાધાતોથી મુકત હોય. * જે સુખમાં ગૌરવ કરે નહી અને દુઃખમાં વિહવળ થાય નહી;બંને સ્થિતિમાં સમતા ધારણ કરે. * જેનો રાગ-દ્રેષ શમી ગયા હોય. * જે સહજ અને સ્વાભિવિક જીવન જીવે.
મૂઢ મનુષ્ય કોને કહેવો ? * જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે. * જે પોતાના ત્રાજવે સૌને તોલે છે, * જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે. * જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે. * પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે, * ભગવતગીતા અનુસાર – વ્યર્થ આશા રાખનાર. – વ્યર્થ કર્મ કરનાર. – વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર. – જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા. – જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ. – જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય […]
* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે. * જે પોતે પોતાને જાણતો નથી. * જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે. * બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે. * પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે. * કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે. * જે સવળું છે તેને અવળું જુએ છે.