પાંડિત્યના ભારથી ઉન્મુકત સાહિત્યકાર ભોળાભાઇ પટેલનો જન્મ સોજા ખાતે ઇ.સ. ૧૯૩૪ ના ઓગસ્ટ માસની સાતમી તારીખે થયો હતો. પિતાનું નામ શંકરભાઇ પિતાજી શિક્ષક હતા મેટ્રિક નો અભ્યાસ પૂરો કરી ભોળાભાઇ માણસાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થી તરીકે તેઓ જે કંઇ જાણતા હતા તે બધું જ નિઃશેષપણે પોતાના વિદ્યાર્થીઓને આપી દેવા સદા તત્પર રહેતા માણસાનાં શકરીબહેન ડો.ભોળાભાઇનાં પત્ની વિદ્યાર્થીકાળ દરમિયાન જ ભોળાભાઇ સંસ્કૃત છંદોમાં કાવ્યો લખતા એ અરસામાં બે-ત્રણ નવલિકાઓ પર પણ એમણે હાથ આજમાવ્યો હતો. નોકરી કરતા તેઓ બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા સાથેના ગાઢ પરિચયને કારણે તથા તેમની અભ્યાસપ્રવૃત્તિથી […]