ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક અને સાહિત્ય-સંશોધક ભૃગુરાય જન્મયા ઇ.સ. ૧૯૧૩ના ઓકટોબર માસની ૬ઠ્ઠી તારીખે રાજકોટમાં પિતા દુર્લભજી જામનગરમાં શિક્ષક તરીકે કામ કરતા માતાનું નામ ચંચળબહેન ભૃગુરાયે પ્રાથમિક શિક્ષણ જામનગરમાં લીધું તે દરમિયાન માતાપિતાનું અવસાન થતાં રાજકોટ મોસાળમાં ભણી મેટ્રિક છયા ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે બી. એ. થયા અને એજ વિષયોની એમ.એ.ની પરીક્ષા મુંબઇની કોલેજમાં અભ્યાસ કરી આપવા નક્કી કર્યું. તબિયત બગડતાં મુંબઇ છોડી થોડો સમય તેઓ જેતપુરમાં રહેયા અહીં રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાયા. પી.એચ.ડી. નો અભ્યાસ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો અને થોડો સમય અમદાવાદમાં રહ્યા. મુંબઇનિવાસ […]
તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.