ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્યિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોકડાયરો કહે છે. આ કારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજયમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે
ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ‘ અશોક ચિન્હ’ છે એ તમામ લોકો જાણે છે અને આ ચિન્હ સન ૧૯૦૪માં બનારસ પાસેના સારનાથથી મળી આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેના અર્થ વિષે ઘણી ઈતિહાસકારોએ તરેહ તરેહની કલ્પનાઓ કરી છે પરંતુ તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં આવેલા એલ.ડી. મ્યુઝીયમે આ અંગે નવો જ પ્રકાશ પાડયો છે. તેમના મત મુજબ અશોક ચિન્હ એ માત્ર સિંહની મુખાકૃતિ વાળું બૌદ્ધ ધર્મનું પ્રતિક નથી. ઈ.સ પૂર્વ પહેલી શતાબ્દીમાં રચાયેલા શ્વેતાંબપ જૈન આગમગ્રંથ ” દેવેન્દ્રસ્તવ” ગ્રંથમાં આ ચિન્હો સવિસ્તૃત અર્થ સમજાવ્યો છે. જે મુજબ આ ચિન્હ સૂર્યના રથનું પ્રતિક છે. બનારસ […]