ભવાઇ ગુજરાતના પારંપરિક નાટયપ્રકારોમાંનો એક છે. ભવાઇની શરૂઆત સિદ્ઘપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે. અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્ચેના સંવાદોને જોડતો, હસાવતો અને […]