બટાટાની પચનિયતાનો આધાર તેને પકવવાની રીત પર રહેલો છે. છાલ સાથે યોગ્ય રીતે બાફેલા અને શેકેલા બટાટાનું સરળતાથી પાચન થાય છે. જ્યારે તળેલા બટાટા કે બટાટાની અન્ય સાથે તળેલી બનાવટો દુષ્પાચ્ય બની જાય છે. શેકેલો અને બાફેલા બટાટાનો ઉપયોગ સૌથી ઉત્તમ છે. બટાટા સારી રીતે ધોયા પછી, છાલ સાથે બાફવા અને છાલ સાથે જ. શાકમાં વાપરવા. બટાટા આખા જ બાફવા, તેના ટુકડા કરી તે બાફવાથી, તેની અંદરના ખનિજ દ્રવ્યો (મિનરલ્સ) પાણીમાં જતાં રહે છે. અને છાલ ઉતારી લેવાથી મહત્વના વિટામિનનો નાશ થાય છે. બટાટાને બાફતી વખતે પાણી ખૂબ થોડું રાખવું […]