ફરસી પૂરી સામગ્રી: ૨૫૦ ગ્રામ રવો ૨૫૦૦ ગ્રામ મેદો મોણ માટે ઘી. હળદર, જીરૂ, મીઠું અને મરી. તળવા માટે તેલ. રીત : સૌ પ્રથમ રવો અને મેદો બંને ભેગા કરવા. થોડું આગળ પડતું ઘીનું મોણ નાખી ને લોટ બરાબર મીક્સ કરવો. હવે તમાં આખું જીરૂ , મીઠું, મરી અને સામાન્ય હળદર નાખવી. આ બધું બરાબર મેળવીને પૂરી જેવો લોટ બાંધવો. આ લોટને બરાબર કેળવવો. લોટના પૂરી જેવા લૂઆ બનાવીને તેની જાડી પૂરી વણવી. આ પૂરી કડક રહે તે માટે તેમાં ચમચી થી કાપા પાડવા. આ રીતે બધી પૂરી વણી લેવી. […]