લીલાં શાકભાજી તરીકે ફણસી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે.ફણસી હલકી રેતાળ જમીનથી માંડીને ભારે ચીકાશવાળી એમ બધા પ્રકારની જમીનમાં થાય છે. છાંયડાવાળી ઠંડી જગ્યા તેને વધુ માફક આવે છે. સફેદ બીની ફણસી શિયાળામાં અને કાળા બીની ફણસી ઉનાળા કે ચોમાસામાં વવાય છે. જોકે ફણસી શિયાળુ પાક ગણાય છે. ભારતમાં દર વર્ષે લગભગ છ હજાર હેકટર જમીનમાં તેનું વાવેતર થાય છે અને સાડા બાર લાખ મેટ્રિક ટન જેટલો પાક થાય છે. એક એકરે ફણસીનું પાંચ હજાર રતલથી વધુ ઉત્પાદન થાય છે. ફણસી મુખ્યત્વે ઠીંગણી અને ઊંચી એવી બે જાતની થાય છે. […]