ઘુમલી જેઠવા વંશના રાજપુતોની રાજધાનીનું શહે૨ હતું. અહીં જેઠવા વંશના સત૨ રાજવીઓએ રાજ કરેલ છે. તેમાના ભાણ જેઠવાના નામ ૫૨થી હાલમાં તાલુકા સ્થળ જે ભાણવડ છે. તે તેના નામ ૫૨થી થયેલ છે. પ્રાચીન સ્થળોની વાત કરીએ છીએ ને તેય ખાસ કરીને જામનગર જિલ્લામાં ત્યારે ઘુમલી યાદ આવ્યા વિના ના રહે. જામનગર જિલ્લામાં બરડા ડુંગરના વિસ્તારમાં ભાણવડ ગામ પાસે એક અત્યંત પ્રાચીન નગર અને મંદિરના ખંડેરો અતીતમાં અર્ધલુપ્તન થયેલાં જાણે નિસાસા નાખતાં પડ્યાં છે. અનેક નગરો નાશ પામ્યાં ને પાછાં પુનર્જીવિત થયાં, પણ કોણ જાણે કેમ ઘુમલી ગયું તે ગયું; ફરી […]