ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્યિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોકસાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોકડાયરો કહે છે. આ કારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજયમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોકસાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે