સામગ્રી : ૧ કપ પાલકની ભાજી ૧ ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં ૩ કપ ઘઉંનો લોટ ૧ ડુંગળી ૪ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ પ્રમાણસર મીઠું પ્રમાણસર બનાવવાની રીત : સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને 2 મિનિટ બાફો. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી સાંતળી લો. હવે, ઘઉંના લોટમાં બાફેલી ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, ૧ ટેબલ સ્પૂન તેલ નાખી પરોઠાનો લોટ બાંધવો. લોટ બાફેલી ભાજીના પાણીથી બાંધવો. ત્યારબાદ મોટા લુઆ કરી, પરોઠા વણી, તવી પર તેલથી સાંતળવા અને દહીં સાથે પીરસવા. આ પરોઠા માં ડુંગળીના બદલે 1 બાફેલ […]
પાલખના પાનમાં પુષ્કળ ઔષધિય ગુણો રહેલા છે. તેમાં સાજીખાર અને ચીકાશ વધુ છે. એ પથરીને ઓગાળીને બહાર કાઢે છે. એ તેનો મોટામાં મોટો ગુણ છે. એ ફેફસાંના સડાને પણ સુધારે છે. ઉપરાંત આંતરડાંના રોગ ઝાડો, મરડો, સંગ્રહણી વગેરેમાં પણ તે લાભદાયક છે. ટમેટાં પછી શાકભાજીમાં પાલખની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે. પાલખની ભાજીમાં લોહ અને તાંબાના અંશો હોવાથી તે પાંડુરોગીને માટે પથ્ય છે. તેનામાં લોહી વધારવાનો ગુણ વધુ છે. એ લોહીને શુદ્ધ કરે છે અને હાડકાંને પણ મજબૂત બનાવે છે. પાલખનાં લીલાં પાનનો રસ બાળકોને આપવાથી પૂરતો ફાયદો મળી […]