આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે. ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. […]